રવિ યાદવ એટલે ૨૫ વર્ષનો લોહીમાં તરવરાટ ધરાવતો નવયુવાન. તેનું મૂળ વતન ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પાસેનું વાવડી ગામ છે જ્યા ૧૩ સપ્ટેમ્બર, ૧૯૯૨ ના રોજ તેનો જન્મ થયો અને તેનો ઉછેર ભાવનગર શહેરમાં થયો.

ભણવામાં ખુબ જ હોશિયાર એવા રવિનું મૂળ સ્વપ્ન તો એક સફળ ચાર્ટર્ડ એકાન્ટન્ટ બનવાનું હતું પરંતુ નસીબની ગાડી કશેક બીજે જ દોડી રહી હતી. ૧૨માં ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ કરીને તેણે ચાર્ટર્ડ એકાન્ટન્ટનો કોર્સ જોઈન કર્યો અને સાથે સાથે ગ્રેજ્યુએશન પણ શરુ જ હતું. દિવસ રાત એક કરીને કરેલા સંઘર્ષના પરિણામે કોમર્સ ગ્રેજ્યુએટ થયેલ રવિનું નસીબ એવું તે પલટાયું કે રાતોરાત દુબઇમાં નોકરી નક્કી થઇ અને બધું જ ભણવાનું મૂકીને રવિ દુબઇ આવી ગયો. ક્યારેય પોતાનું ભાવનગર શહેર પણ પૂરું નહોતું જોયું તે છોકરો અચાનક દુબઇમાં અજાણ્યા લોકોની વચ્ચે અજાણયા વાતાવરણમાં આવી ગયો. દુબઇમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાયો અને હાલ પણ એ જ કંપની સાથે કાર્યરત છે.

લખવાનો થોડો ઘણો શોખ પહેલેથી જ હતો પરંતુ ભાવનગર પોતાના લક્ષ્યનો પીછો કરી રહેલા રવિ પાસે એટલો સમય નહોતો રહેતો પરંતુ નસીબની ગાડી કોઈ અલગ ટ્રેક પર જ ચાલી રહી હતી આથી દુબઇમાં એટલો ફાજલ સમય રહેતો કે તેનો વાંચવાનો શોખ પણ ખીલ્યો. તે દિવસે રવિએ નક્કી કર્યું કે દર વર્ષે ૫,૦૦૦ રૂપિયાની બુક્સ ખરીદીને આખા વર્ષ દરમિયાન વાંચી જવાની. અને એ શોખ રવિને ફળ્યો, ધીમે ધીમે લખવાનું વધતું ગયું. અછાંદસ કવિતાઓ, ટૂંકી વાર્તા, ફિલ્મ રીવ્યુ, આર્ટિકલ, લઘુ નવલકથાઓ લખતા લખતા રવિની કલમનો જાદુ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો હતો. એક અલગ જ રીડરસર્કલ ઉભું કરવામાં રવિની કલમ સફળ રહી હતી.

લખવાની આ ટેવને લીધે ફેસબુક પર એક સ્ત્રીમિત્ર નિવારોઝીન રાજકુમાર એ શરુ કરેલી કથાકડીમાં પણ ભાગ લીધો અને એ મહાવાર્તામાં એપિસોડ લખ્યો. ૫૫ એપિસોડની આ વાર્તાનો સોશિયલ મીડિયા થકી એવો ફેલાવો થયો કે સીધો જ “લિમ્કા બુક ઓફ રેકોર્ડ” સ્થાપીને આવ્યો. કથાકડીએ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી આપ્યું. સાથે સાથે “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ” અને “એશિયા બુક ઓફ રેકોર્ડ” માં પણ સ્થાન મળી ગયું. કથાકડીની એ જ ટિમ સાથે “વમળ”, “પત્રોનો પટારો”, “વાર્તા એક વહેણ અનેક” જેવા સફળ પ્રોજેક્ટમાં પણ રવિએ હોંશેહોંશે ભાગ લીધો. ગ્રુપ વાર્તાઓ સિવાય તેણે પોતાની રીતે “અધૂરું પ્રપોઝ”, “ગોઠવાયેલા લગ્ન”, “બીજો પ્રેમ” જેવી સફળ વાર્તાઓની રચના પણ કરી છે જે હાલની તારીખે પણ પ્રતિલિપિ.કોમ વેબસાઈટ અને માતૃભારતી મોબાઈલ એપ્લિકેશનમાં ધૂમ મચાવી રહી છે.

ફિલ્મોના સચોટ રીવ્યુ દ્વારા તે સોશિયલ મીડિયામાં એક રીડરવર્ગ ઉભો કરી ચુક્યો છે. આર્ટિકલ અને ટૂંકી વાર્તા જેવી કે “પ્રીતરીત”, “મીઠી ખીર”, “ઘણી જિંદગી”, “ભગવાન ભલું કરે” પણ વાંચકોમાં ખાસી સફળતા પામી છે.

આમને આમ રવિ પોતાની કલમ દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો છે. લોકોની ફીલિંગ્સને વાચા આપી રહ્યો છે.

April 28, 2017

બાહુબલી ૨ : ધ કન્ક્લ્યુઝન

આખરે ૨ વર્ષથી જે સવાલ લોકોના મગજને કોરી ખાતો હતો એનો જવાબ રાજામૌલીએ આપી જ દીધો. કે શું કામ કટપ્પાએ બાહુબલીને માર્યો હતો ? પણ અહિયાં […]
December 9, 2016

“બેફીકરે”

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં યશરાજ ફિલ્મસ એક એવું પ્રોડક્શન હાઉસ છે કે જેની ફિલ્મો કરવા માટે દરેક એક્ટર અને એક્ટ્રેસ હંમેશા તૈયાર જ હોય છે. અને એમાં પણ […]
November 29, 2016

“ડિયર ઝીંદગી”

અત્યારના સમયની સૌથી વધુ તકલીફ હોય તો એ યંગ જનરેશનના રિલેશનશિપ સ્ટેટસની. લોકોની રિલેશનશિપમાં હવે એટલી બધી વિવિધતા આવી ગઈ છે કે ક્યારે, ક્યાં કારણથી એમાં […]
September 30, 2016

“MS Dhoni – The Untold Story”

  ભારતીય ક્રિકેટનું માથું શાનથી ઊંચું કરનાર અને ગર્વ લઇ શકાય એવી રમતથી લોકોના દિલો પર રાજ કરનાર ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જો […]
July 8, 2016

“સુલતાન”

  દર વર્ષે “ઈદ” હંમેશા સલમાન ખાનના નામે હોય છે. જનરલી ઢંગધડા વગરની સ્ટોરી અને સ્ક્રીપટ વાળી ફિલ્મોને પણ પોતાના ખંભે ઊંચકીને 150-200 કરોડનો બિઝનેસ કરી […]
April 29, 2016

“બાગી”

“હિરોપંતી” બાદ ફરીવાર એ જ ટીમ સાથે મળીને ડાયરેકટર શબ્બીર ખાને ટાઈગર શ્રોફ સાથે એક્શન ફિલ્મ “બાગી” બનાવી. માર્શલ આર્ટસનો જ એક પ્રકાર “કલરીપયાટુ”ને આ ફિલ્મમાં […]
February 22, 2016

“નીરજા”

“ધ હિરોઇન ઓફ ધ હાઇજેક” નાં નામથી ઓળખાતી ૨૩ વર્ષીય નીરજા ભનોતના જીવન પર બનેલી આ ફિલ્મ એક સ્ત્રીની હિંમત પર ગર્વ મહેસુસ કરવા મજબુર કરી […]
January 26, 2016

“એરલીફ્ટ”

ઈતિહાસના સૌથી મોટા રેસ્ક્યુ ઓપેરેશનને પરદા પર ઉતારવું એ નાનીસુની વાત નથી જ.  ખુબ બધી એફર્ટ્સથી કામ કરીને એક મજબુત ફિલ્મ બનાવનાર “રાજા કૃષ્ણ મેનન”ના ખાતામાં […]
January 4, 2016

“બાજીરાવ-મસ્તાની”

“રામ-લીલા”ની ભવ્ય સફળતા બાદ એ જ જોડીને લઈને બનાવેલી આ ફિલ્મ “બાજીરાવ-મસ્તાની” પણ સંજય લીલા ભણસાલીને સફળતાનો મધુરો સ્વાદ ચખાડતી ચાલી રહી છે અને હજુ પરદા […]