રવિ યાદવ એટલે ૨૫ વર્ષનો લોહીમાં તરવરાટ ધરાવતો નવયુવાન. તેનું મૂળ વતન ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પાસેનું વાવડી ગામ છે જ્યા ૧૩ સપ્ટેમ્બર, ૧૯૯૨ ના રોજ તેનો જન્મ થયો અને તેનો ઉછેર ભાવનગર શહેરમાં થયો.

ભણવામાં ખુબ જ હોશિયાર એવા રવિનું મૂળ સ્વપ્ન તો એક સફળ ચાર્ટર્ડ એકાન્ટન્ટ બનવાનું હતું પરંતુ નસીબની ગાડી કશેક બીજે જ દોડી રહી હતી. ૧૨માં ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ કરીને તેણે ચાર્ટર્ડ એકાન્ટન્ટનો કોર્સ જોઈન કર્યો અને સાથે સાથે ગ્રેજ્યુએશન પણ શરુ જ હતું. દિવસ રાત એક કરીને કરેલા સંઘર્ષના પરિણામે કોમર્સ ગ્રેજ્યુએટ થયેલ રવિનું નસીબ એવું તે પલટાયું કે રાતોરાત દુબઇમાં નોકરી નક્કી થઇ અને બધું જ ભણવાનું મૂકીને રવિ દુબઇ આવી ગયો. ક્યારેય પોતાનું ભાવનગર શહેર પણ પૂરું નહોતું જોયું તે છોકરો અચાનક દુબઇમાં અજાણ્યા લોકોની વચ્ચે અજાણયા વાતાવરણમાં આવી ગયો. દુબઇમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાયો અને હાલ પણ એ જ કંપની સાથે કાર્યરત છે.

લખવાનો થોડો ઘણો શોખ પહેલેથી જ હતો પરંતુ ભાવનગર પોતાના લક્ષ્યનો પીછો કરી રહેલા રવિ પાસે એટલો સમય નહોતો રહેતો પરંતુ નસીબની ગાડી કોઈ અલગ ટ્રેક પર જ ચાલી રહી હતી આથી દુબઇમાં એટલો ફાજલ સમય રહેતો કે તેનો વાંચવાનો શોખ પણ ખીલ્યો. તે દિવસે રવિએ નક્કી કર્યું કે દર વર્ષે ૫,૦૦૦ રૂપિયાની બુક્સ ખરીદીને આખા વર્ષ દરમિયાન વાંચી જવાની. અને એ શોખ રવિને ફળ્યો, ધીમે ધીમે લખવાનું વધતું ગયું. અછાંદસ કવિતાઓ, ટૂંકી વાર્તા, ફિલ્મ રીવ્યુ, આર્ટિકલ, લઘુ નવલકથાઓ લખતા લખતા રવિની કલમનો જાદુ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો હતો. એક અલગ જ રીડરસર્કલ ઉભું કરવામાં રવિની કલમ સફળ રહી હતી.

લખવાની આ ટેવને લીધે ફેસબુક પર એક સ્ત્રીમિત્ર નિવારોઝીન રાજકુમાર એ શરુ કરેલી કથાકડીમાં પણ ભાગ લીધો અને એ મહાવાર્તામાં એપિસોડ લખ્યો. ૫૫ એપિસોડની આ વાર્તાનો સોશિયલ મીડિયા થકી એવો ફેલાવો થયો કે સીધો જ “લિમ્કા બુક ઓફ રેકોર્ડ” સ્થાપીને આવ્યો. કથાકડીએ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી આપ્યું. સાથે સાથે “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ” અને “એશિયા બુક ઓફ રેકોર્ડ” માં પણ સ્થાન મળી ગયું. કથાકડીની એ જ ટિમ સાથે “વમળ”, “પત્રોનો પટારો”, “વાર્તા એક વહેણ અનેક” જેવા સફળ પ્રોજેક્ટમાં પણ રવિએ હોંશેહોંશે ભાગ લીધો. ગ્રુપ વાર્તાઓ સિવાય તેણે પોતાની રીતે “અધૂરું પ્રપોઝ”, “ગોઠવાયેલા લગ્ન”, “બીજો પ્રેમ” જેવી સફળ વાર્તાઓની રચના પણ કરી છે જે હાલની તારીખે પણ પ્રતિલિપિ.કોમ વેબસાઈટ અને માતૃભારતી મોબાઈલ એપ્લિકેશનમાં ધૂમ મચાવી રહી છે.

ફિલ્મોના સચોટ રીવ્યુ દ્વારા તે સોશિયલ મીડિયામાં એક રીડરવર્ગ ઉભો કરી ચુક્યો છે. આર્ટિકલ અને ટૂંકી વાર્તા જેવી કે “પ્રીતરીત”, “મીઠી ખીર”, “ઘણી જિંદગી”, “ભગવાન ભલું કરે” પણ વાંચકોમાં ખાસી સફળતા પામી છે.

આમને આમ રવિ પોતાની કલમ દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો છે. લોકોની ફીલિંગ્સને વાચા આપી રહ્યો છે.

June 4, 2015

મારો શું વાંક ??

પ્રેમના ફૂટ્યા છે અંકુર તારા આવવાથી, શું જાદુ છે એવું તારામાં,કે તારા સિવાય હવે કોઈ બીજું દેખાતું નથી, એમાં મારો શું વાંક ?? પૂછે કોઈ સરનામું […]
March 13, 2015

તને મળવાનું મન થાય છે.

તારી હિર્ણાક્ષી આંખોની ચમકથી અંજાઈને,                         એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે. […]
January 3, 2015

મને ગમે છે.

ખરી વાત છે તારી રાધા કે, મને શું ખબર હોય આ પ્રેમની,                       મને તો બસ […]
January 2, 2015

તું એકવાર માત્ર “હા” બોલી દે.

દુનિયાની પરવા નહિ કર તું, આ દેખાડી દુનિયાનો ભરોસો તું મૂકી દે, દિલથી એકવાર કર વિશ્વાસ મારા પર, તું એકવાર માત્ર “હા” બોલી દે. દિલ ફાડીને […]
December 1, 2014

સ્વચ્છ ભારત અભિયાન

લોકમુખે છે ભારત દેશ મહાન, કરવા પડે છે તોય કેમ સ્વચ્છ ભારત અભિયાન ?કહેવાય છે સોને કી ચીડિયા દેશ આ મારો, પણ આમાં ક્યાંથી બને ભારત […]
November 19, 2014

કોણ સમજાવે એને ?

સપનાઓને સાકાર કરવા માટે જરૂર પડે છે એક લક્ષ્યની,કોણ સમજાવે એને કે દરેક સપનાઓ દેખાય એવા સુંવાળા નથી હોતા. વિચારવું સહેલું લાગે છે કે બધું મને […]
September 14, 2014

કોને પુછુ અને કોને નાં પુછુ ?

વિચારોના વમળોની વચ્ચે સર્જાણી એક મનમોહક મજાની કૃતિ,પણ આ કૃતિ છે કે પ્રતિકૃતિ ? કોને પુછુ અને કોને નાં પુછુ ? હવે તો શમણાંઓમાં પણ થઇ […]
July 21, 2014

ઋણ હું કેવી રીતે ચૂકવીશ ?

મારા જન્મદાતા માતા-પિતા, થઇ ઈચ્છા આજે તમને બે શબ્દો કહેવાની,મને સ્વર્ગ જેવી દુનિયામાં લાવવા માટેનું ઋણ હું તમને કેવી રીતે ચૂકવીશ ? મહેનતથી વેઠ્યા છે તમે […]
July 12, 2014

હું ત્યાં હાજર હોઈશ

સ્વાર્થી લોકોની વચ્ચે કોઈ નિસ્વાર્થ વિશ્વાસુને મળવાનું મન થાય, ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ. મુશ્કેલીઓથી ઘેરાઈને જયારે કઈ રસ્તો ના સુઝે અને કોઈ […]