રવિ યાદવ એટલે ૨૫ વર્ષનો લોહીમાં તરવરાટ ધરાવતો નવયુવાન. તેનું મૂળ વતન ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પાસેનું વાવડી ગામ છે જ્યા ૧૩ સપ્ટેમ્બર, ૧૯૯૨ ના રોજ તેનો જન્મ થયો અને તેનો ઉછેર ભાવનગર શહેરમાં થયો.

ભણવામાં ખુબ જ હોશિયાર એવા રવિનું મૂળ સ્વપ્ન તો એક સફળ ચાર્ટર્ડ એકાન્ટન્ટ બનવાનું હતું પરંતુ નસીબની ગાડી કશેક બીજે જ દોડી રહી હતી. ૧૨માં ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ કરીને તેણે ચાર્ટર્ડ એકાન્ટન્ટનો કોર્સ જોઈન કર્યો અને સાથે સાથે ગ્રેજ્યુએશન પણ શરુ જ હતું. દિવસ રાત એક કરીને કરેલા સંઘર્ષના પરિણામે કોમર્સ ગ્રેજ્યુએટ થયેલ રવિનું નસીબ એવું તે પલટાયું કે રાતોરાત દુબઇમાં નોકરી નક્કી થઇ અને બધું જ ભણવાનું મૂકીને રવિ દુબઇ આવી ગયો. ક્યારેય પોતાનું ભાવનગર શહેર પણ પૂરું નહોતું જોયું તે છોકરો અચાનક દુબઇમાં અજાણ્યા લોકોની વચ્ચે અજાણયા વાતાવરણમાં આવી ગયો. દુબઇમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાયો અને હાલ પણ એ જ કંપની સાથે કાર્યરત છે.

લખવાનો થોડો ઘણો શોખ પહેલેથી જ હતો પરંતુ ભાવનગર પોતાના લક્ષ્યનો પીછો કરી રહેલા રવિ પાસે એટલો સમય નહોતો રહેતો પરંતુ નસીબની ગાડી કોઈ અલગ ટ્રેક પર જ ચાલી રહી હતી આથી દુબઇમાં એટલો ફાજલ સમય રહેતો કે તેનો વાંચવાનો શોખ પણ ખીલ્યો. તે દિવસે રવિએ નક્કી કર્યું કે દર વર્ષે ૫,૦૦૦ રૂપિયાની બુક્સ ખરીદીને આખા વર્ષ દરમિયાન વાંચી જવાની. અને એ શોખ રવિને ફળ્યો, ધીમે ધીમે લખવાનું વધતું ગયું. અછાંદસ કવિતાઓ, ટૂંકી વાર્તા, ફિલ્મ રીવ્યુ, આર્ટિકલ, લઘુ નવલકથાઓ લખતા લખતા રવિની કલમનો જાદુ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો હતો. એક અલગ જ રીડરસર્કલ ઉભું કરવામાં રવિની કલમ સફળ રહી હતી.

લખવાની આ ટેવને લીધે ફેસબુક પર એક સ્ત્રીમિત્ર નિવારોઝીન રાજકુમાર એ શરુ કરેલી કથાકડીમાં પણ ભાગ લીધો અને એ મહાવાર્તામાં એપિસોડ લખ્યો. ૫૫ એપિસોડની આ વાર્તાનો સોશિયલ મીડિયા થકી એવો ફેલાવો થયો કે સીધો જ “લિમ્કા બુક ઓફ રેકોર્ડ” સ્થાપીને આવ્યો. કથાકડીએ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી આપ્યું. સાથે સાથે “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ” અને “એશિયા બુક ઓફ રેકોર્ડ” માં પણ સ્થાન મળી ગયું. કથાકડીની એ જ ટિમ સાથે “વમળ”, “પત્રોનો પટારો”, “વાર્તા એક વહેણ અનેક” જેવા સફળ પ્રોજેક્ટમાં પણ રવિએ હોંશેહોંશે ભાગ લીધો. ગ્રુપ વાર્તાઓ સિવાય તેણે પોતાની રીતે “અધૂરું પ્રપોઝ”, “ગોઠવાયેલા લગ્ન”, “બીજો પ્રેમ” જેવી સફળ વાર્તાઓની રચના પણ કરી છે જે હાલની તારીખે પણ પ્રતિલિપિ.કોમ વેબસાઈટ અને માતૃભારતી મોબાઈલ એપ્લિકેશનમાં ધૂમ મચાવી રહી છે.

ફિલ્મોના સચોટ રીવ્યુ દ્વારા તે સોશિયલ મીડિયામાં એક રીડરવર્ગ ઉભો કરી ચુક્યો છે. આર્ટિકલ અને ટૂંકી વાર્તા જેવી કે “પ્રીતરીત”, “મીઠી ખીર”, “ઘણી જિંદગી”, “ભગવાન ભલું કરે” પણ વાંચકોમાં ખાસી સફળતા પામી છે.

આમને આમ રવિ પોતાની કલમ દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો છે. લોકોની ફીલિંગ્સને વાચા આપી રહ્યો છે.

December 7, 2014

“વિશ્વ-માનવ”

૨૫ નવેમ્બર ૨૦૧૪ નાં લેખક જીતેશ દોંગા સાથે ઓળખાણ થઇ અને તે જ દિવસે વિશ્વાસ રાખીને હજુ કોપીરાઈટ નાં મળ્યા હોવા છતાય મને આ બૂક “વિશ્વ-માનવ” […]
November 20, 2014

સફળતા – આબાદી કે બરબાદી ?

            દરેકની જીંદગીમાં કંઈકને કંઈક લક્ષ્ય હોય છે જેને તે પોતાની ભાષામાં સફળતા કહે છે. સફળતાના માપદંડો વ્યક્તિએ-વ્યક્તિએ અલગ હોય છે. […]
November 19, 2014

What is Love Yaar ???

આજે અચાનક મનમાં આવેલો સવાલ :- What is Love Yaar ??? પછી વિચાર્યું કે કંઈક તો છે આ તત્વ કે જે કંઈક અલગ જ પ્રકારની લાગણીનો […]
September 30, 2014

એક સળગતો સવાલ – દીકરી બોજ કે ભગવાનનું વરદાન ?

જ્યારથી સમજણો થયો ત્યારથી મને એક વાત પર સતત ગુસ્સો આવ્યો છે કે હજુ પણ ઘરમાં દીકરીઓ એક બોજ તરીકે જોવાય છે, એના પ્રત્યે ભેદભાવ રાખવામાં […]
August 20, 2014

સંબંધોનું નામકરણ

છેલ્લા ૧૫ દિવસથી સતત એક પ્રશ્ન મનમાં ઘુમરાયા કરે છે. એટલે આજે થયું કે પૂછી જ નાખું. શું દરેક સંબંધને નામ આપવું જરૂરી હોય છે ? […]
August 9, 2014

ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી..

         આપણે નાનપણથી હુમાયુનો કિસ્સો, કુંતી અને અભિમન્યુનો કિસ્સો આ બધી પૌરાણિક વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ કે બહેન ભાઈની રક્ષા માટે એને રાખડી […]
August 7, 2014

આત્મહત્યા :- સાહસ કે કાયરતા

ભારત સરકાર આઈ.પી.સી. ની કલમ ૩૦૯ માં સુધારા કરવાનું વિચારી રહી છે કે આત્મહત્યાની કોશિશ હવેથી ગુનો નહિ ગણાય અને એને જેલ નહિ થાય, પણ આત્મહત્યા […]
January 11, 2014

હેય્ય્ય્ય !!!! મેં તેરા ખૂન પી જાઉંગા…..

“ગુસ્સો/ક્રોધ” આ બંને એવા શબ્દો છે જે દરેક માણસના શત્રુઓ હોવા છતાં અને માણસને પોતાને ખબર હોવા છતાં કે આ મારા શત્રુઓ છે, છતાં પણ પોતાની સાથે […]
January 3, 2014

First Article of my Life. Gift to Kushal Dixit

                               કહેવાય છે કે માણસની પ્રતિભાઓ જન્મ લેતી નથી પરંતુ અનુભવના આધારે […]