અધૂરું સ્વપ્ન / ભાગ – ૯

અધૂરું સ્વપ્ન / ભાગ – ૮
July 7, 2017
અધૂરું સ્વપ્ન / ભાગ – ૧૦
July 11, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ – ૯

અંબરનું મૃત શરીર જોઇને ઉર્વીલ તો થોડીવાર માટે હેબતાઈ ગયો હતો. ત્યાને ત્યાં જ ફસકાઈ પડ્યો. જોરજોરથી પોક મુકીને રડવા લાગ્યો. તેની સાથે સવારે અંદર આવેલા નોકરે તરત જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી. અંબરને આવી રીતે જોઇને ઉર્વીલના વાત કરવાના પણ હોશ નહોતા રહ્યા. એકીટશે બસ અંબરના એ ચેહરાને તાકી રહ્યો હતો. એના મૃત ચેહરા પર પણ હજુ સુધી ડરની રેખાઓ એમને એમ જ ઉપસેલી દેખાઈ રહી હતી અને બંને હાથના બાવડા પાસે અને છાતીના ભાગના કપડા ફાટેલા હતા. પગની વચ્ચેથી ફાટેલા કપડા જોઇને ઉર્વીલને બળાત્કાર થયો હોવાની પણ શંકા ગઈ. અંબરનો હાથ પકડીને હવે અંબર જોડે બનેલી સારી યાદોને વાગોળીને તે રડી રહ્યો હતો પરંતુ હવે તેનો કશો ફાયદો નહોતો કેમ કે જીવતે જીવત જેણે ક્યારેય તેની કદર કરી નહોતી તે હવે તેના મૃત્યુ પાછળ આંસુ વહાવી રહ્યો હતો.

થોડી જ વાર થઇ અને પોલીસની જીપ ઉર્વીલના ઘર નીચે આવીને ઉભી રહી ગઈ. પોશ એરિયામાં પોલીસ આવી હતી આથી મીડિયા પણ તેની પાછળ દોરાઈ આવ્યું હતું. પોલીસે ફટાફટ ઉર્વીલના ઘર ફરતે નાકાબંધી કરી દીધી અને એક સરકારી ફોટોગ્રાફર બધી જ જગ્યાઓના અને વસ્તુઓના ફોટા પાડી રહ્યો હતો. ઉર્વીલે પોતાના ખાસ દોસ્તોને પણ ઇન્ફોર્મ કરી દીધું હતું કે જેઓની ઓળખાણ પોલીસખાતામાં હતી અને આમ પણ ઉર્વીલ પોતે પણ અત્યારે એક સેલીબ્રીટી હતો આથી તેણે પોતે જ પોલીસ હેડ ડીપાર્ટમેન્ટમાં રીક્વેસ્ટ કરીને આ કેસ ડાયરેક્ટ ક્રાઈમ બ્રાંચને સોપાવ્યો હતો. ગઈ રાત્રે જે પોલીસ લીલાવતી હોસ્પિટલમાં પબ્લિકને કંટ્રોલ કરવા આવી હતી તે જ લોકો અત્યારે ઉર્વીલના ઘરે ઉર્વીલની પૂછપરછ કરી રહ્યા હતા. એટલી જ વારમાં “હમર” ગાડી લઈને ૨ ઓફિસર ઉતર્યા. ગાડી આવતાની સાથે જ ત્યાં ઉભેલા પોલીસ ઓફિસરો તેમને સેલ્યુટ કરી રહ્યા હતા કેમ કે તે મુંબઈના ક્રાઈમ બ્રાંચ વિભાગના સૌથી કાબેલ ઓફિસરો હતા. જુનવાણી એમ્બેસેડરના જમાનાના ઓફીસરો હોત તો કદાચ આટલી રીસ્પેક્ટ ના મળી હોત જેટલી આ બંને યંગ ઓફિસરોને મળી હતી. કેમ કે મુંબઈ શહેરના મોટા મોટા કેસ હેન્ડલ કરનાર આ બંને ઓફિસરના હાથમાં કેસ આવ્યો હતો તે જોઇને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. તેઓને પૂરો વિશ્વાસ હતો કે હવે આ કેસનો ફેસલો જલ્દી આવીને રહેશે.

૬ ફીટ હાઈટ અને એકદમ કદકાંઠીવાળું ફૂલેલા બાવડાવાળું ફીટ બોડી અને સિવિલ ડ્રેસના એકદમ કડક ઈસ્ત્રી કરેલા કપડાનું ઇનશર્ટ કરેલો આ ઓફિસર ક્રાઈમ બ્રાંચનો હેડ ઓફિસર નિશીથ મોદી હતો. શહેરના કોઈ પણ કેસ હોય જ્યારે પોલીસનું ગજું તેમાં નાં ચાલે અથવા તો કોઈ હાઈ પ્રોફાઈલ કેસ હોય એટલે હમેશા ઓફિસર નિશીથ મોદીને જ આ કામ સોપવામાં આવતું. તેની સાથે હમેશા એક બીજી ઓફિસર હોતી જેનું નામ હતું કાયા રાયધન. ૫.૫ ફૂટની હાઈટ સાથે એકદમ આકર્ષક કહી શકાય એવું બોડી ફિગર કે જોનારને એમ જ લાગે જાણે સ્ત્રીની બોડીફિગરનું માપ આ કાયાને જોઇને જ નક્કી થયું હશે. તેના આ ફિગરને લીધે તે ઘણીવાર સિવિલ ડ્રેસમાં ઇન્ફોર્મેશન લેવામાં અને ફસાવવામાં પણ પોતાનું કામ કાઢી લેતી. શાતીર દિમાગવાળી કાયા પણ નિશીથ મોદીથી સહેજ પણ કમ નહોતી અને આ જ કારણથી નિશીથ હમેશા તેને પોતાની સાથે રાખતો. એકદમ ટાઈટ વ્હાઈટ કલરનું શર્ટ અને બ્લેક જીન્સના કોમ્બીનેશનમાં કાયા કોઈ હિરોઈનથી કમ નહોતી. જેટલી તે બહારથી આકર્ષક હતી તેના કરતા વધુ તે ચપળ, ચાલાક અને તેજ હતી. બંનેને એક કદમ મિલાવીને ચાલવાની ટેવના લીધે તેને જોતા જ ઓફિસરો સેલ્યુટ મારવા લાગતા. નિશીથ અને કાયાની જોડીનો આ ૧૮મો કોમ્પ્લીકેટેડ કેસ હતો જે હવે તેઓ સોલ્વ કરવાના હતા. ફટાફટ તેઓ બંને અંદર ઘુસ્યા અને તરત જ તૂટેલી ટીપોઈના કાચ તેના ધ્યાનમાં આવ્યા.

“તો ખૂન થયું એ દરમિયાન હાથાપાઈ પણ થયેલી છે જેના કારણે ટીપોઈ તૂટી ગઈ છે”, કાયા પોતાની બુધ્ધિક્ષમતા પ્રમાણે વિચારીને બોલવા લાગી.
“હા ! અને સાથે સામે દેખાઈ રહેલો રસોડાનો કાચ પણ તૂટી ચુક્યો છે એટલે બની શકે કે ખૂની પાછળના દરવાજેથી આવ્યો હોઈ શકે. કેમ કે બહારના મેઈન ડોર પર જબરદસ્તીથી ખોલેલા દરવાજાના કોઈ જ નિશાન નથી. કોઈ સ્ક્રુ નીકળી ગયો હોય કે એવું કશું જ નથી”, નિશીથના મગજની નસોએ વધુ ને વધુ લોહીનું પરિભ્રમણ કરવાનું શરુ કરી દીધું હતું.
આટલું બોલીને બંને ફટાફટ ઉપરના રૂમમાં ગયા જ્યાં અંબરની ડેડબોડી પડેલી હતી. થોડીવાર બંનેએ અંબરની લાશનું અને કમરાનું નિરીક્ષણ ચુપચાપ કર્યા કર્યું અને પછી કાયા એક તારણ પર આવી.

“આ ખૂન કઈ રીતે થયું છે તેનો અંદાજ હજુ આવી નથી રહ્યો. કેમ કે અંબરના બોડી પર હજુ સુધી એકેય નિશાન જોવા નથી મળ્યું. નથી ક્યાય લોહીનો એક પણ ડાઘો. ખૂન કરવાવાળાએ ખુબ સીફતતાથી આનું ખૂન કરેલું છે એ નક્કી છે.”
“એકદમ કોલ્ડ બ્લડેડ મર્ડર છે એ પણ નક્કી છે કેમ કે કોઈ જબરદસ્તી થઇ હોત તો પણ અંબરના બોડી પર કોઈક તો નિશાન એમને એમ હોત પણ તેના હાથ અને પગ એકદમ ક્લીયર છે, ઇવન તેના હાથની નેઈલ પોલીશ તાજી જ હોવા છતાં સહેજપણ ઘસાઈ નથી મતલબ કે અંબરને કોઈક અલગ રીતે મારી છે. ફિલહાલ પુરતી આ બેઝીક થીયરી તો બરાબર જ છે કે તેનું ખૂન નીચે થયું અને પછી તેને ઢસડીને ઉપર લાવીને અહિયાં ચેર પર બેસાડી દીધી”, નિશીથે ફરી પોતાનું તારણ આપ્યું.

ત્યાં નજીક બેસેલા ઉર્વીલ પંડ્યાની પૂછપરછ કરવાનું શરુ કર્યું, “તો મિસ્ટર પંડ્યા, આઈ એમ સોરી ફોર યોર લોસ બટ તમે અત્યારે અમને કહી શકો કે તમને ક્યારે ખબર પડી અને અહિયાં શું થયું હતું ?”
“હું તો આખી રાત હોસ્પિટલમાં હતો, વહેલી સવારે આવ્યો ત્યારે ખબર પડી કે અહિયાં અંબરનું ખૂન થઇ ચુક્યું છે”, ઉર્વીલે શાંતિથી જવાબ આપ્યો.
“ઓહ યેસ ! ગઈ કાલે ન્યુઝમાં હતું અમે જોયું હતું પરંતુ શું તમે કહી શકો કે તે છોકરી કોણ છે જેના કારણે તમે હોસ્પિટલમાં આખી રાત હતા ?”, નિશીથે હવે વાતના મૂળ સુધી જવાની શરૂઆત કરી દીધી હતી.
“એ મારી ખાસ દોસ્ત છે જેણે ગઈકાલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવી પડી હતી”, ઉર્વીલે કહ્યું.
“ઓહ્હ ! તમારી દોસ્ત આત્મહત્યાનો પ્રયાસ કરે અને તમારી પત્નીનું કોઈ રેપ કરીને મર્ડર કરી નાખે. નસીબ તો તમારા જ ખરાબ ચાલી રહ્યા છે.”, નિશીથ આ વાક્ય જાણીજોઇને કોમેડી ટોન્ટમાં બોલ્યો હતો જેથી કરીને કદાચ ઉર્વીલ ગુસ્સામાં આવીને કશું બોલી જાય પરંતુ ઉર્વીલ એમને એમ શાંત બેઠો હતો.
“અચ્છા ! તો મિસ્ટર પંડ્યા શું આ વાત તમારી પત્નીને ખબર હતી કે તમે હોસ્પિટલમાં એમની જોડે છો ?”, કાયાએ પૂછ્યું.
“મારા ખ્યાલ સુધી તો નહોતી જ ખબર પરંતુ કદાચ રાત્રે ન્યુઝ જોયા હોય તો ખ્યાલ નથી. ગઈકાલે રાત્રે મેં કોલ કરીને વાત કરવાની ટ્રાય કરી પરંતુ તેણે મારો ફોન નહોતો ઉપાડ્યો”
“ઓકે મિસ્ટર પંડ્યા, અમે તમને રીક્વેસ્ટ કરીએ છીએ કે આગળ ઇન્વેસ્ટીગેશન દરમિયાન હજુ ઘણાબધા સવાલો આવી શકે છે તો પ્લીઝ બની શકે તેટલી હેલ્પ કરશો એવી આશા છે”, નિશીથે ત્યાં જ વાત અટકાવીને કહ્યું અને આટલું કહીને બંને ઓફિસર ત્યાંથી બહાર નીકળી ગયા. નીચે પહોચતા જ નિશીથે ઓર્ડર આપી દીધા કે મને અહિયાંના દરેક ફોટોસ અને ઉર્વીલ પંડ્યાની કોલ ડીટેઈલ્સ, ક્રેડીટ કાર્ડ ટ્રાન્ઝેક્શન ડીટેઈલ્સ, બેંક એકાઉન્ટ ડીટેઈલ્સ દરેક વસ્તુ મારા ટેબલ પર સાંજ સુધીમાં હાજર જોઈએ.
“ઓકે”, કાયાએ પ્રત્યુત્તર આપ્યો.

==***==***==

સાંજના સમયે કાયા પોતાની ઓફીસમાં ફોટો જોઈ રહી હતી જે ઉર્વીલ પંડ્યાના ઘરે સરકારી ખાતાના માણસે પાડ્યા હતા અને તેને તેમાંથી અચાનક કશોક સ્પાર્ક થયો હતો. રસોડાની બારીનો જે કાચ તૂટેલો હતો તે કાચ વીખરાઈને બહારની દિશામાં પડેલો હતો, મતલબ સાફ હતો કે કાચ કોઈએ અંદરથી તોડેલો હતો પોલીસને ગેરમાર્ગે દોરવા પરંતુ આ પોલીસ નહોતી, ક્રાઈમ બ્રાંચ હતી જેની સામે આ તરત જ નજરમાં આવી ગયું હતું. ડોરનો લોક સેફ છે, રસોડાના દરવાજો ફક્ત ઉંધી દિશામાં વાળવા માટે હતો તો પછી ખૂની અંદર કઈ રીતે આવ્યો હતો ?

થોડીવારમાં નિશીથ પણ ઓફીસ આવી પહોચ્યો હતો અને દરેક ડીટેઈલ્સને નિરીક્ષણ કરી રહ્યો હતો જેમાં છેલ્લા ૪ મહિનાથી સતત મુંબઈની કાર્ટન હોટેલના નામના ક્રેડીટ કાર્ડ ટ્રાન્ઝેક્શન હતા જેથી કશીય રાહ જોયા વગર નિશીથ તરત જ ત્યાં પહોચી ગયો.
“મિસ્ટર ઉર્વીલ પંડ્યાને ઓળખો છો ?”, હોટેલના રીસેપ્શનીસ્ટને નિશીથે પોતાની ક્રાઈમ બ્રાંચની ઓળખાણ આપતા પૂછ્યું.
“હા સર, ઓળખું છું. તેઓ દર વિકમાં એક થી બે વાર તો આવે જ છે”, હોટેલ રીસેપ્શનીસ્ટ એકદમ સ્વસ્થતાથી બોલ્યો.
“તેની સાથે કોણ હોય છે એ કહી શકે ? હરવખતે કોઈ અલગ વ્યક્તિ હોય કે એક જ ?”, નિશીથે વળતો પ્રશ્ન કર્યો.
“હા સાહેબ, તેની સાથે તેની વાઈફ હોય છે અને કાયમ એ બંને જ હોય છે”, હોટેલ રીસેપ્શનીસ્ટ જાણે બધું જાણતો હોય એમ ઉત્સાહથી બોલ્યો.
“તું ઓળખે છે તેની વાઈફને ? આટલી ખાતરીથી કહી રીતે કહી શકે છે ?”, નિશીથે પ્રશ્નો શરુ જ રાખ્યા હતા.
“નાં સાહેબ ઓળખતો નથી પણ હરવખતે એક જ સ્ત્રી તેમની જોડે હોય છે એટલે કહ્યું”, હવે તે હોટેલ રીસેપ્શનીસ્ટ થોડો ધરબાયો હતો.
“જો એવી રીતે જ પતિ-પત્ની નક્કી થતા હોત તો તમારી હોટેલ મેરેજ બ્યુરો બની ગઈ હોત”, નિશીથે પોતાની સેન્સ ઓફ હ્યુમરનો પરચો આપતા કહ્યું. ત્યારબાદ તરત જ પોતાના બ્લેઝરના ખીસામાંથી અંબરનો ફોટો કાઢીને તેને બતાવ્યો.
“નાં સાહેબ, આ નહોતી. બીજી કોઈક લેડી તેની સાથે આવતી”, હોટેલ રીસેપ્શનીસ્ટ હવે ભોઠો પડી ગયો હતો.

નિશીથ તરત જ ત્યાંથી નીકળી ગયો અને રસ્તામાંથી જ કાયાને ફોન કર્યો, “કાયા, મને જલ્દીથી ઉર્વીલના ડ્રાઈવરનું અડ્રેસ જોઈએ”
“અરે પણ ઉર્વીલના ડ્રાઈવરનાં અડ્રેસનું શું કામ છે ?” કાયાએ પોતાની સ્ત્રીસહજ જાણવાની પ્રકૃતિ દર્શાવતો સવાલ રજુ કર્યો.
“અત્યારે સવાલો નહિ પૂછ કાયા, જલ્દીથી અડ્રેસ શોધી આપ, બાકીનું હું તને કાલે સવારે કહીશ”, નિશીથે ફટાફટ ફોન કાપી નાખ્યો.

==***==***==

વહેલી સવારે હજુ તો લોકો જાગીને પોતાના કામધંધા પર જવા નીકળે એ પહેલા જ નિશીથ અને કાયા ડ્રાઈવરના ઘર સુધી પહોચી ચુક્યા હતા. પોતાની ઓળખાણ નિશીથે તરત જ આપી દીધી હતી જેથી કરીને ડ્રાઈવર પાસે વધુ વિચારવાનો સમય જ નાં રહે.

“સાંભળ અમારે અમુક માહિતી જોઈએ છે. જો તું શાંતિથી અમારા સવાલનો જવાબ આપી દઈશ તો અહિયાથી તને કશીય તકલીફ નહિ પડે પરંતુ જો કોઈ ચાલાકી કરી છે તો પછી ક્રાઈમ બ્રાંચ શું છે એ તો તને ખબર જ હશે”, નિશીથે પહેલા જ પોતાનો રોફ જમાવીને તેને ડરાવી દીધો હતો.
“તારો શેઠ ઉર્વીલ પંડ્યા હોટેલ કાર્ટનમાં વારેઘડીયે શું કામ જાય છે અને કોની સાથે જાય છે ?”, કાયાએ તરત જ પોતાના સવાલો સામે ધરી દીધા.
“શું કામ જાય છે એ તો મને કેમ ખબર હોય મેડમ ? મારું કામ તો ખાલી તેઓ કહે ત્યાં લેવા મુકવાનું છે”, ડ્રાઈવર પોતાનો સેવકધર્મ નિભાવતા થોડો હોશિયાર થઈને બોલ્યો.
“હું તને ચુતીયો દેખાઉં છું ? તું નહિ કહે તો હું તો જાતે માહિતી મેળવી જ લઈશ પણ તું ચુતીયો છે કે નહિ એ તું સાબિત કર અને બોલ સાચું શું છે ? નહિતર ઘાલી દઈશ જેલમાં ખૂનીની મદદ કરવાના ગુનામાં અને કોઈ તારો બાપ પણ નહિ છોડાવવા આવી શકે”, એકદમ શાંત રહેલો નિશીથ હવે પોતાની પોલીસગીરી પર ઉતરી આવ્યો હતો.
“સાહેબ મને કશું નાં કરશો, હું કહું છું સાચું શું છે એ. હા સાહેબ મારા શેઠનું તે છોકરી સાથે ચક્કર હતું અને એટલે જ વારેઘડીયે ત્યાં હોટેલમાં તેને લઈને મજા કરવા લઇ જતા. કઈક હયાતી હયાતી કહીને તેને શેઠ બોલાવતા. તે કઈક કાયદા કાનુનના ધંધામાં છે સાહેબ. એનાથી વધુ માહિતી નથી સાહેબ મારી પાસે”, ડ્રાઈવર પોપટની જેમ બોલવા માંડ્યો હતો. નિશીથની પોલીસગીરી કામ લાગી ગઈ હતી. કદાચ એટલે જ તે વધુ સક્સેસફૂલ ઓફિસર હતો કે કઈ જગ્યાએ કયું રૂપ દેખાડવાનું છે તે ખુબ સારી રીતે જાણતો હતો.
કાયદા કાનુન મતલબ લો, હયાતી હયાતી ! કેટલોય વિચાર કરીને આખરે કાયાએ પોતાના ડેટા રેકોર્ડમાંથી નામ શોધી નાખ્યું. “લીગલ એડવાઈઝર હયાતી મેહતા”
“ગુડ બોય”, નિશીથે ડ્રાઈવરનો ગાલ થપથપાવતા કહ્યું અને પછી ત્યાંથી બંને નીકળી ગયા.

==***==***==

ત્યાંથી નીકળીને નિશીથ અને કાયા તરત જ લીલાવતી હોસ્પિટલ પહોચી ગયા હતા. ત્યાં જઈને જોયું તો હયાતી તો બિન્દાસ્ત પથારીમાં સુતી સુતી ન્યુઝ જોઈ રહી હતી અને તેની પાસે બેઠેલા પુરુષ જોડે વાત કરી રહી હતી અને નિશીથ અને કાયા ત્યાં આવ્યા છતાય તેના ચેહરા પર ચિંતાના કોઈ ભાવ નહોતા. પરંતુ ત્યાં હયાતીની બાજુમાં બેસેલો પુરુષ થોડો ડરી ગયો હતો જે તેના ચેહરા પર સાફ દેખાઈ રહ્યો હતો જાણે તે પોતે ગુનેગાર હોય અથવા તો પહેલીવાર પોલીસ જોઈ હોય.

“હાવ્ઝ યુ ફીલિંગ નાવ મિસ મેહતા ?”, કાયાએ થોડી ફોર્માલીટી કરતા પૂછ્યું.
“બસ એકદમ ફાઈન, હવે તો ડોક્ટરને પૂછી લીધું છે કે હું જલ્દીથી ઘરે જઈ શકીશ. બસ આ મારો કઝીન બ્રધર રોનિત અહિયાં આવી ગયો છે તે મને લઇ જશે ઘરે”, હયાતીએ પોતાની તબિયત વિષે જાણકારી આપતા પોતાની સાથે રહેલા પુરુષની ઓળખાણ પણ આપી દીધી હતી.
“અમે થોડા ઇન્વેસ્ટીગેશન માટે અહિયાં આવ્યા છીએ તો આઈ હોપ કે તમે અમને કો-ઓપરેટ કરશો”, નિશીથે ડાયરેક્ટ સ્ટ્રેઈટ ફોરવર્ડ થઈને પૂછ્યું.
“યેહ સ્યોર મિસ્ટર મોદી, તમારા દરેક પ્રશ્નોના ઉત્તર દેવા માટે થઈને તો હું હોશમાં આવી છું”, હયાતીએ ટોન્ટ મારતા જવાબ આપ્યો.
“ઇન્સ્પેક્ટર મોદી, નોટ મિસ્ટર મોદી. અને તમે થોડા વધુ પડતા સ્માર્ટ બનવાની કોશિશ નાં કરો તો સારું રહેશે અને જે પૂછીએ એનો જ ફક્ત જવાબ આપો.
“લુક ઇન્સ્પેક્ટર મોદી, ઉર્વીલ મારી સાથે હતો અહિયાં અને એની વાઈફનું ત્યાં ખૂન થઇ ગયાના રીપોર્ટ સવારથી ટીવી પર આવી રહ્યા છે તો સીધી વાત છે કે મારું ઇન્વેસ્ટીગેશન થવાનું જ છે. તમે બંને આવ્યા છો એમાં હું સહેજ પણ શોક નથી નથી. તમારે જે પૂછવું હોય એ બિન્દાસ્તથી પૂછો હું દરેક પ્રશ્નોના સાચા ઉત્તર જ આપીશ”, હયાતીએ થોડા એટીટ્યુડથી કહ્યું.
“તમે જે જવાબ આપો છો એ સાચા આપો છો કે ખોટા એ નક્કી કરવા માટે અમે બેઠા છીએ મિસ મેહતા, તમે ફક્ત એટલું કહો કે તમે ઉર્વીલ પંડ્યાને કેવી રીતે ઓળખો છો ?”, કાયાએ પણ હવે થોડી સ્ટ્રેઈટ ફોરવર્ડ વાત કરતા પૂછ્યું.
“ઓહ કમ ઓન ઓફિસર, તમે શકલથી એટલા પણ બેવકૂફ નથી દેખાતા કે મારું ઇન્વેસ્ટીગેશન કરવા આવતા પહેલા તમે મારા વિષે હોમવર્ક કરીને ના આવો. એ વાત હું પણ જાણું છું કે તમે મારા વિષે શું શું જાણો છો. સો પ્લીઝ ડોન્ટ બી ફોર્મલ. કમ ટુ ધી પોઈન્ટ”, જેવા સાથે તેવા બનતા જ હયાતીએ પણ સ્ટ્રેઈટ જવાબ આપી દીધો.
હજુ નિશીથ કે કાયા કશુય બોલે એ પહેલા જ હયાતીએ સામેથી કહેવાનું શરુ કરી દીધું. “આઈ હેવ સીરીયસ અફેર વિથ ઉર્વીલ, આઈ નો તે મને અહિયાં હોસ્પિટલમાં લાવ્યો હતો પણ મને નહોતી ખબર કે તે આટલો હલકટ નીકળશે કે પોતાની જ વાઈફને મરાવી નાખશે. હવે તો મને પણ તેનાથી ડર લાગવા લાગ્યો છે કે ક્યાંક મારું પણ તે ખૂન નાં કરી નાખે એટલે હું પણ હવે તેની સાથે કોઈ પણ સબંધ રાખવા માંગતી નથી”
“તમે ઉર્વીલ અને અંબરના સબંધો કેવા હતા એ વિષે થોડી જાણકારી અમને આપી શકો ખરા ?”, નિશીથે સંજોગો પારખીને એકદમ શાંતિથી પૂછ્યું.
“કોઈ પણ વ્યક્તિ પોતાની લવર સામે પોતાની પત્નીની વાત નાં જ કરે અને જ્યારે તેની પત્ની નિર્દોષ અને બેકસુર હોય ત્યારે તો ખાસ નહિ કેમ કે માણસ કેટલુક ગીલ્ટ સહન કરે ? આ તો સમય સંજોગોએ અમને ફરી એકવાર મેળવ્યા અને એકબીજામાં એકબીજાની જરૂરીયાત શોધવા લાગ્યા, હું ઉર્વીલ સાથે ઘણીબધી રાતો વિતાવી ચુકી છું. પરંતુ હવે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી”, હયાતીએ પોતાના હૃદયની ભડાશ તેની સામે કાઢી.
“બસ આટલું જ ?”, કાયાએ પૂછ્યું.
“કેમ તમે ઈચ્છો છો કે આનાથી વધુ હોઈ શકે ?”, હયાતીએ તેની જ ભાષામાં જવાબ આપ્યો.
“વેલ તમારા જવાબો પરથી જ તો એમ લાગી જ રહ્યું છે કે હજુ તો શરુઆત થઇ છે.”, કાયાએ વળતો ઘા કર્યો.
હયાતીએ કશું પણ બોલ્યા વગર પોતાનો મોબાઈલ કાયા સામે ધરી દીધો, “દરેક માણસની સૌથી પર્સનલ વસ્તુ હોય છે તેનો મોબાઈલ. આ મારો મોબાઈલ છે એમાં ઉર્વીલના મેસેજ અને ફોન કોલના રેકોર્ડીંગ છે, તમારા પ્રૂફ માટે કામ લાગશે. પછી તો કદાચ તમે મારા પર ભરોસો કરશો ને”

હયાતીના હાથમાંથી મોબાઈલ લઈને કાયા અને નિશીથ ત્યાંથી નીકળવા જતા હતા અને અચાનક નિશીથ પાછો ફર્યો અને બોલ્યો, “સોરી મિસ મેહતા પણ હજુ કદાચ તમારું સ્ટેટમેન્ટ લેવા માટે તમારી જરૂર પડશે તો તમે મદદ કરશો એવી આશા રાખું છું”
“યુ ઓલ્વેઝ વેલકમ ઓફિસર”

હોસ્પિટલમાંથી બહાર નીકળીને નિશીથ એકલો એકલો હસી રહ્યો હતો અને કાયા તેને જોઈ ગઈ અને હસવાનું કારણ પૂછ્યું.
“કા તો એ કશુય નથી છુપાવી રહી અને કા તો બધું જ છુપાવી રહી છે. લેટ્સ સી.”

==***==***==

સાંજ સુધીમાં તો હયાતીને હોસ્પિટલમાંથી રજા મળી ચુકી હતી અને મીડિયાથી બચવા માટે હયાતીને પાછળના દરવાજેથી ઘરે લઇ જવામાં આવી હતી.

સાંજે ડીનર ટેબલ પર બેઠા બેઠા રોનિત અને હયાતી વાત કરી રહ્યા હતા.
“હયાતી ! જો ઉર્વીલને ખબર પડી જશે તો કે તું ઉર્વીલની વિરુદ્ધ પોલીસને બધા સબૂતો આપી રહી છે અને બધી જ હકીકતો જણાવી રહી છે તો ?”, રોનિતે ચિંતિત સુરમાં પૂછ્યું.
“અરે યાર ! તું શું કામને ટેન્શન લે છે ? ખબર પડે તો પણ તે આપણું કશું બગાડી શકે તેમ નથી. ડોન્ટ વરી. હેવ યોર ડીનર”, હયાતી બેફિકરાઈથી બોલી અને ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન મુજબ પોતાનું જ્યુસ પીતી ગઈ અને વિચારોના વંટોળમાં ચડી ગઈ.
“વધારે તો કશુય નાં બગાડી શકે પણ તોય તે જો તારી વિરુદ્ધ કોઈ પ્રકારની ગવાહી બનશે તો ? તારી વિરુદ્ધ તેની પાસે પણ કોઈ સબુત હશે તો ?”, રોનિતે થોડું વધુ ક્લીયર થતા કહ્યું.
“અરે ચિંતા નહિ કર. આપણે જોઈશું કે કોણ જીતે છે ? ઉર્વીલનું જુઠ કે પછી આપણું સત્ય ?”, આટલું બોલીને હયાતી જોરજોરથી હસવા લાગી.

વધુ આવતા અંકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *